લગ્ન પ્રસંગમાં સુટ બુટને બદલે જૂના કપડા પહેરતા મન દુઃખ થતાં ટુકવાડાના આધેડે કર્યો આપઘાત

 લગ્ન પ્રસંગમાં સુટ બુટને બદલે જૂના કપડા પહેરતા મન દુઃખ થતાં ટુકવાડાના આધેડે કર્યો આપઘાત

લગ્ન પ્રસંગમાં નવા કપડાંને બદલે જૂના કપડા પહેરતા સ્વજનો અને પરિવારજનોએ અવાર નવાર જૂના કપડાં પહેરવા બાબતે ટકોર કરતા માઠું લાગી આવી આવતા એક આધેડ વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેના કારણે લગ્નમાં ઉત્સાહનો માહોલ શોકમાં ફેરવાયો હતો.

ટુકવાડાગામે બાવરી મોરા ફળીયા ખાતે રહેતા રમેશ ભીખુભાઈ આહિર ઉવ 52ની સાળીના દીકરાનો લગ્ન પ્રસંગ હતો. જેને લઇ ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્ન પ્રસંગમાં પહેરવા માટે રમેશભાઈ માટે પણ શૂટ અને ચામડાના બુટ ખરીદી કર્યા હતા. પરિવાર લગ્નના આગલા દિવસથી જ સંજાણ ખાતે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા અને મંગળવારે રમેશભાઈ ટુકવાડાથી લગ્ન પ્રસંગમાં સંજાણ ગયા.

ત્યાં તેને સૂટ અને તેની સાથે ચામડાના બૂટ પહેરવા પરિવારે કહ્યું હતું. રમેશભાઈએ માત્ર ફોર્મલ કપડા પહેર્યા હતા. તેથી પરિવારે ફરીથી તેમને ચામડાના બૂટ તથા સૂટ પહેરવા જણાવતા હતું તે વાતનું રમેશને માઠું લાગી આવ્યું હતું. આ કારણે તેઓ સંજાણથી પોતાની સાળીના પુત્રના લગ્ન પ્રસંગમાંથી કોઈને પણ કંઈ કહ્યા વગર નીકળી ગયા હતા.

લગ્નથી પરત આવીને તેઓ ટુકવાડા પોતાના ઘરે પહોંચી ગયા હતા. તે પછી પરિવારના સદસ્યો રાત્રિના 10 કલાકે ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં જઈને જોતા રમેશભાઈ લોખંડની એન્ગલ સાથે સફેદ કલરના રેસાવાળી દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના અંગે પારડી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.