ફૂટબાલ જગતના ત્રણ જાણીતા કોચના રાજીનામા

 ફૂટબાલ જગતના ત્રણ જાણીતા કોચના રાજીનામા

રીયલ મેડ્રિડનો એટ્લેટિકો મેડ્રિડના હાથે પરાજય થયાના પાંચ દિવસમાં ઝિનેદિન ઝિડાને કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે. ૨૦૧૬થી કોચ તરીકેના બે વખતના કાર્યકાળ દરમિયાન ઝિડાન રીયલને બે લીગ ટાઇટલ અને ત્રણ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતાડયા હતા. ઝિનેદિન ઝિડાન રીયલ મેડ્રિડ માટે ઘણો શાનદાર કોચ પુરવાર થયો છે.

ઝિડાને રીયલ મેડ્રિડના નબળા દેખાવના લીધે રાજીનામુ આપવું પડયુ

સિરી એ ટાઇટલ જીતવા છતાંપણ ઇન્ટર મિલાન ક્લબના કોચ એન્ટોનિયો કોન્ટ ક્લબથી છૂટા પડી ગયા છે. ક્લબને બે દાયકા પછી પહેલી વખત ટાઇટલ જીતાડવા છતાં પણ તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. કોન્ટે ક્લબ દ્વારા ટ્રાન્સફર વિન્ડોનો ઉપયોગ કરીને ખેલાડીને નાણાકીય ક્ષમતાની મર્યાદિતતાના કારણે વેચી દેવા પડયા હતા. 

ક્લબ દ્વારા ખેલાડીઓની ટ્રાન્સફર પસંદ ન હોવાથી કોન્ટેએ ઇન્ટર મિલાન છોડી

યુવેન્ટસે તેના કોચ એન્ડ્રિયા પિર્લોની હકાલપટ્ટી કરી છે અને તેના સ્થાને ભૂતપૂર્વ મેનેજર મેસીમિલાનો એલિગ્રીની નિમણૂક કરી છે. ગયા વર્ષે કોચ તરીકે નિમાયેલા પિર્લો પાસે કોચિંગનો કોઈ અનુભવ ન હતો. તેના કોચિંગ હેઠળ યુવેન્ટસ  ચોથા સ્થાને આવ્યું હતું અને તેમા તેણે સળંગ નવ વિજય મેળવ્યા હતા. 

યુવેન્ટસે કોચ એન્ડ્રિયા પિર્લોની હકાલપટ્ટી કરી