ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે પર અકસ્માત, બાઇક પર સવાર 3 યુવકોનાં મોત

 ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે પર અકસ્માત, બાઇક પર સવાર 3 યુવકોનાં મોત

ગોધરામાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ શખ્સોને મોત નિપજ્યાં છે. ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોધરા નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો.

કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોનું અકાળે મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાર ચાલક દારૂના નશામાં હોવાનું પરિવાજનો આક્ષેપ લગાવી રહ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની જગ્યાએથી કારના ટૂટેલા કાંચ પણ જોવા મળ્યા હતા. બાઈક પર સવાર ત્રણેય યુવકનો સમયસર સારવાર ન મળતા યુવકોનું મોત નિપજ્યું હોવાનું પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.

પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસની મદદ નહિ મળવાના કારણે ત્રણેય યુવકોના મોત થયા છે આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કચેરીએ મૃતદેહોનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેસતા DYSPની સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે અને અકસ્માત બાદ ફરાર થઈ જનાર કાર ચાલકને ઝડપી પાડવા આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા ચેક કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ, જે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ જોવા મળ્યા હતા. ત્યારે મૃતકના સ્વજનોએ કાર સવાર નશામાં હોવાના આક્ષેપો કર્યા છે. કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી છે.