ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટમાં લેવાયો નિર્ણય

 ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટમાં લેવાયો નિર્ણય

ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ (કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી.

ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી હતી. જેથી ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા બાદ CBSEની ધોરણ 12ની પરીક્ષા રદ
કેન્દ્ગ સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષ અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં.તેમણે કહ્યું કે ધોરણ-12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે