ગુજરાતની હોસ્પિટલોમાં 9 ઓક્સિજન પ્લાન્ટનું અમિત શાહે કર્યું ઈ લોકાર્પણ

 ગુજરાતની હોસ્પિટલોમાં 9 ઓક્સિજન પ્લાન્ટનું અમિત શાહે કર્યું ઈ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે ગુજરાતના વિવિધ શહેરોમાં હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ્સનું ઈ લોકાર્પણ કર્યું હતું. એજીઓ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોસ્પિટલમાં આ તમામ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. તિલકવાડા, સાગબારા, અમદાવાદ (સોલા સિવિલ), અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, કાલાવાડ, કપડવંજ, ભાણવડ, મહેસાણા તેમજ પોરબંદરમાં આવેલી હોસ્પિટલોમાં આ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. દરેક પ્લાન્ટની ક્ષમતા 10 હજાર લિટરની છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં 9 ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, કોવિડની બીજી લહેર તીવ્ર હોવા છતાં, આપણે સામૂહિક યોગદાન થકી ઓછા સમયમાં તેના પર નિયંત્રણ મેળવી લીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતે ધૈર્યથી આ લહેર સામે લડ્યા છીએ.


સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનની અછતના કારણે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો હતો જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકારે હૈયાધારણા આપી હતી કે ઓક્સિજનની તંગીના કારણે ગુજરાતમાં હવે કોઈ મોત નહીં થાય.આ શ્રેણીમાં સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યું છે.
કોરોનાની બીજી લહેરમાં કોરોનાના વધુ દર્દીઓ નોંધાયા હતા. સંક્રમિત દર્દીઓને સૌથી વધુ ઓક્સિજનની જરૂર પડી હતી. દેશમાં ગત બે મહિનામાં ઓક્સિજના પુરવઠાની માંગ સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી.