કેરળમાં ચોમાસાનું આગમન, જાણો કેવો પડશે આ વખતે વરસાદ

 કેરળમાં ચોમાસાનું આગમન, જાણો કેવો પડશે આ વખતે વરસાદ

દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ૩ જૂનને કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડી રહ્યો છે. કેરળ પહોંચ્યા બાદ હવે મોનસુન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે.


કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ એક જૂને પહોંચે છે. આઈએમડીએ આ પહલા ૩૧ મે અથવા તેના ૪ દિવસની અંદર ચોમાસું પહોંચવાની આગાહી કરી હતી. પરંતુ 30 મે સુધી ચોમાસાની કોઈ સ્થિતિ બની ન હતી. પરંતુ આજે સત્તવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે ૯૬-૧૦૪ ટકા વરસાદ પડવાની સંભાવના છે. આ વર્ષે ૪૦ ટકા સંભાવના ૯૬-૧૦૪ ટકા વરસાદની છે. આ સ્થિતિને સામાન્ય વરસાદ કહેવાય છે. ૧૬ સંભાવના ૧૦૪-૧૧૦ ટકા વરસાદની છે, જે સામાન્યથી વધુ વરસાદ મનાય છે. ઉપરાંત ૫ ટકા સંભાવના ૧૧૦ ટકાથી વધુ વરસાદની છે, જે સામાન્યથી વધુ વધારે વરસાદ મનાય છે. એટલે કે કુલ મળીને આ ચોમાસાની સિઝન દરમિયાન ૬૧ ટકા સંભાવના સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની છે.